Saturday, January 11, 2025
HomeGujaratહળવદ શહેરી વિસ્તારનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં : સત્વરે નવીનીકરણ કરવા માંગ...

હળવદ શહેરી વિસ્તારનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં : સત્વરે નવીનીકરણ કરવા માંગ કરાઈ

હળવદ શહેરમાં ચોમાસા દરમિયાન મોટાભાગના રસ્તાઓ વરસાદી પાણીના કારણે ખરાબ થઈ ગયા હતા. જેમાં હળવદ શહેરનો મુખ્ય માર્ગ ( ગૌરવ પથ ) જે ત્રણ રસ્તાથી લઇ સરા નાકા થઈ અને વૈજનાથ ચોકડી સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે. જે રોડનું સત્વરે નવીનીકરણ થાય તે માટે ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનકુમાર રાજેન્દ્રભાઈ દવેએ પત્રમાં લખ્યું છે કે, હળવદ શહેર જે હળવદ તાલુકાનું મુખ્ય મથક છે અને હળવદ શહેરનો મુખ્ય માર્ગ ( ગૌરવ પથ ) જે ત્રણ રસ્તાથી લઇ સરા નાકા થઈ અને વૈજનાથ ચોકડી સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે આ રોડ પર એસ. ટી બસો – દવાખાનામાં આવતી એમ્બ્યુલન્સ જેવા વાહનો અને પ્રતિદિન હજારો વાહનો આ માર્ગે પરિવહન કરી રહ્યા છે. આ માર્ગ છેલ્લા ૩ વર્ષ ઉપરના સમયથી અતિ બિસ્માર હાલતમાં છે. તો સત્વરે આ માર્ગનું નવિનીકરણ થાય તે જરૂર છે. આ નવો રસ્તો બને તે માટે જરૂરી કાર્યવાહી કરવા વીનંતી છે અને નવીનીકરણ ના થાય ત્યાં સુધી આ રસ્તાનું સત્વરે સમારકામ થાય તે ખૂબ જરૂરી છે. તેમ મોરબી જીલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનકુમાર રાજેન્દ્રભાઈ દવેએ પત્રમાં જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!