મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ, પી.જી. પટેલ કોલેજ અને વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી તથા રામ યોગ કેન્દ્ર દ્વારા પ૧ દીકરીઓ માટે છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનુ જાજરમાન આયોજન કરાયું છે.
મોરબી શહેરમાં અનેક વિવિધ સેવા કાર્યો કરતી પી.જી.પટેલ કોલેજ અને વાત્સલ્ય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી, રામ યોગ કેન્દ્ર દ્વારા છેલ્લા ૧ર વર્ષથી ગંગાસ્વરૂપ બહેનોને દર મહિને અનાજ, કપડાઓ, દવાઓ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ નું વિતરણ કરવામાં આવે છે. આ સંસ્થાઓ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નના આયોજન પણ કરાઇ છે. ત્યારે આ વર્ષે પણ ગંગા સ્વરૂપ સહાય સમિતિ, પી.જી.પટેલ કોલેજ અને વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી, રામ યોગ કેન્દ્ર દ્વારા પ૧ દીકરીઓ માટે મોરબી ખાતે છઠ્ઠો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. આગામી તા. તારીખ ૧૭/૦ર/ ગુરુવારના રોજ સમૂહ લગ્ન યોજાશે. આ લગ્નોત્સવમાં વિધવા, વિધુર કે કોરોના મહામારીમાં દિવંગત થયેલ માતા-પિતાના સંતાનોની પ્રથમ પસંદગી કરવામાં આવશે. આ ઉપરાંત વંચિત જાતિ અને આર્થિક પછાત હોય તેવા પરિવારની દીકરીનો પણ સમાવેશ કરવામાં આવશે.
આ છઠ્ઠા સમૂહ લગ્નોત્સવ માં જોડાવવા ઇચ્છતા હોય તેવા પરિવારજનો જેમની દીકરીની ઉમર ૧૮ વર્ષ પૂર્ણ અને દીકરાની ર૧ વર્ષ પૂર્ણ થયેલ હોય તેના ર(બે) ફોટા, ઓરીજનલ જન્મ પ્રમાણપત્ર સાથે વાત્સલ્ય ટ્રસ્ટ ઓફીસ, ડૉ. પરેશ પારીઆ, પ્રાગટય કિ્લનિક, આંબેડકર કોલોની, રોહિદાસ પરા મેઈન રોડ, રેલ્વે સ્ટેશન પાસે, મોરબી, મોબાઈલ નંબર – ૮૭૩ર૯ ૧૮૧૮૩ નો સંપર્ક કરી સવારે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૮ સુધીમાં ફૉર્મ મેળવી લઇ તારીખ ૧૭/૦૧/ર૦રર સુધીમાં જરૂરી તમામ કાગળો સાથે જમા કરાવવાના રહશે.
વધુમાં આ છઠ્ઠા સમૂહ લગ્નોત્સવમાં આયોજક તરીકે સેવા આપવા ઇચ્છુક યુવાનોને ડૉ.પરેશ પારીઆનો સંપર્ક કરવા તથા ગંગા સ્વરૂપ સહાય સમિતિના દેવકરણભાઈ આદ્રોજા, ચંદ્રકાંતભાઈ દફતરી અને ટી.સી.ફુલતરીયા અને દાતાઓને તેમના નંબર પર અથવા ૯૮રપર ર૩૧૯૯ ઉપર સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.