મોરબીના પંચાસર રોડ ઉપર સંકલ્પ એપાર્ટમેન્ટ પાસે આવેલ ગીતા પ્રોવિઝન સ્ટોર પાસે બે વૃદ્ધ બેઠા હતા ત્યારે દુકાન માલીક દ્વારા પોતાની દુકાન સાફ સફાઈ કરતા કચરો વાળતા હોય ત્યારે દુકાન બગર બેઠેલા બે વૃદ્ધ વડીલે કચરો ધીમે વાળવાનું કહેતા દુકાન ધારકે બંને વૃદ્ધો સાથે બોલાચાલી કરી લોખંડના પાઈલ વડે ઇજાઓ પહોંચાડી હતી, જે બનાવ બાદ ભોગ બનનાર બે વૃદ્ધ પૈકી ૭૦ વર્ષીય વૃદ્ધ દ્વારા દુકાન ધારક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર મોરબી પંચાસર રોડ કામધેનુ સોસાયટી સંકલ્પ એપાર્ટમેન્ટના ૧૦૪ માં રહેતા વાલજીભાઈ દેવસીભાઈ સેરસીયા ઉવ.૭૦ એ આરોપી રમેશભાઈ રહે.મોરબીવાળા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગઈકાલ ૧૩/૧૨ના રોજ વાલજીભાઈ તથા અંબારામભાઇ આરોપી રમેશભાઈની દુકાન પાસે બેઠા હોય ત્યારે આરોપી રમેશભાઈ દુકાન બહાર વાળતા (સફાઇ) કરતા હોય અને જેથી ધુળ ઉડવાને કારણે વલજીભાઈએ ધીરે વાળવાનુ કહેતા આરોપી રમેશભાઈ એકદમ ગુસ્સે થઇ જઇ વાલજીભાઈ અને અંબારામભાઈને ગાળો આપી વાલજીભાઈ સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. જે બાદ આરોપી રામેશભૌએ લોખંડના પાઇપ વડે વાલજીભાઈને ગાલ ઉપર તથા અંબારામભાઈને કપાળ ઉપર ઇજા કરી હતી, જે મુજબની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે આરોપી રમેશભાઈ સામે ગુનો નોંધી આરોપીની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.