બિસીઆઈ પ્રોજેકટ હેઠળ કાર્યરત એફ્પો સંસ્થાના મહિલા અને પુરુષ કર્મચારીઓ વચ્ચે ક્રિકેટ મેચ યોજી ઝેન્ડર ઈક્વાલીટીનું ઉતમ ઉદાહરણ પુરું પાડયું હતું. વિજેતા ટીમને ટ્રોફી તથા મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ ના ખેલાડીઓને મેડલ આપી સન્માનિત કર્યા હતા.
એફ્પો સંસ્થા BCI પ્રોજેક્ટ હેઠળ કાર્યરત છે. જેમની વાંકાનેર, થાનગઢ, ચોટીલા, ટંકારા અને લતીપર ઓફિસના કર્મચારીઓ અને પિયુ મેનેજરો વચ્ચે આત્મિયતા કેળવવાના હેતુથી તથા ફિટનેસ, સ્કિલ અને ઝેન્ડર ઈક્વાલીટી માટે વાંકાનેરના ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સંસ્થાના પ્રોજેક્ટ મેનેજર નિતીન કુમાર બંસલની અધ્યક્ષતામાં પિયુ મેનેજર ચતુરભાઈ મકવાણા, ગુલાબભાઈ સિપાઈ, પ્રવિણભાઈ પટેલ, સોયબભાઈ પરાસરા, બાબુભાઇ વનાળીયા તથા પુરૂષ અને મહિલા કર્મચારીઓ વચ્ચે ક્રિકેટ મેચ રમાઇ હતી. જેમાં સંસ્થાના દરેક કર્મચારીઓને સાથે મળી A,B,C અને D એમ ચાર ટીમ બનાવી હતી. જેમાં A અને B ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાતા B ટીમ વિજેતા બની હતી. જેના કેપ્ટન શૈલેષભાઈ ભોરણીયા હતા. કુલ 5 મેચ રમાયા હતા જેમાં મેન ઓફ ધ સિરીઝ અનિલભાઈ ધોરાલિયા બન્યા હતા. સંસ્થાના કર્મચારીઓ ઓફીસ કામમા વ્યસ્ત હોવાથી તણાવ અને શારીરિક તકલીફો અનુભવતા હોય છે ત્યારે આ રીતે કર્મચારી સાથે સમય પસાર કરી આંનદ માણી મહિલા કર્મચારીઓને મેદાનમાં ઉતારી ઝેન્ડર ઈક્વોલિટી દૂર કરવાનો પ્રયાસ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.