Sunday, November 24, 2024
HomeGujaratમાળીયા(મી): કચ્છથી અમદાવાદ બોલેરોમાં કતલખાને લઇ જવાતા ૮ પશુઓને હિન્દૂ યુવાવાહીની ગૌરક્ષકો...

માળીયા(મી): કચ્છથી અમદાવાદ બોલેરોમાં કતલખાને લઇ જવાતા ૮ પશુઓને હિન્દૂ યુવાવાહીની ગૌરક્ષકો દ્વારા બચાવી લેવાયા

માળીયા(મી) હળવદ હાઇવે ઉપર અણીયારી ટોલનાકા નજીકથી બોલેરો પીકઅપમાં ક્રૂરતાપૂર્વક બાંધીને કચ્છથી અમદાવાદ કતલખાને લઈ જવાતા ૬ પાડી તથા ૨ પાડાને મોરબી હિન્દુ યુવા વાહીની સંગઠનના ગૌ રક્ષકો દ્વારા બચાવી લઈ બોલેરો પીકઅપના ચાલક સહિત બે આરોપીને માળીયા(મી) પોલીસ મથકમાં સોંપી આપતા પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી યુવા વાહીનીના મોરબી તથા ચોટીલાના ગૌરક્ષકોને ખાનગીરાહે મળેલ બાતમી મુજબ માળીયા(મી) હળવદ હાઇવે ઉપરથી બોલેરો પીકઅપમાં પશુ ભરી અમદાવાદ કતલખાને લઇ જવામાં આવતા હોવાની બાતમીને આધારે અણીયારી ટોલનાકે વોચમાં હોય તે દરમિયાન બોલેરો રજી. નં. જીજે-૩૧-ટી-૫૧૫૫ નીકળતા તેને રોકી બોલેરોના પાછળના ભાગે તલાશી લેતા તેમાં અત્યંત ટૂંકા દોરડા વડે ક્રૂરતા પૂર્વક ૬ પાડી તથા ૨ પાડા બાંધેલા હોય જેથી બોલેરો માળીયા(મી) પોલીસ મથકમાં લઈ જવામાં આવેલ હતી. જ્યાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કચ્છથી અમદાવાદ કતલખાને પશુ લઈ જવામાં આવતા હોવાની કબૂલાત આપતા બોલેરો ચાલક આરોપી અનવર ગુલ્લા જત ઉવ.૨૬ રહે-શેરવા પંચાયત વિસ્તાર તા-.જી-ભુજ કચ્છ ગુજરાત તથા હૈદરભાઇ અલીસાબ જત ઉવ.૩૧ રહે- નાના સરાડા પોસ્ટ ભગાડીયા કચ્છ ગુજરાતની અટક કરી બંને આરોપીઓ સામે પશુક્રૂરતા અધિનિયન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!