કચ્છ માળીયા નેશનલ હાઇવે પર સી.એન.જી. પંપ પાસે પુરપાટ ઝડપે જતી ઈક્કો કારે પલ્ટી મારી જતા એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જયારે ઈક્કોનો ચાલક ઈજાગ્રસ્ત થતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો છે. જે સમગ્ર મામલે મૃતકના ભાઈએ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
મળતી માહિતી અનુસાર, માળીયાનાં નવી અંજીયાસર ખાતે રહેતા ઇલ્યાસભાઇ અભરામભાઇ માલાણીનો ભાઈ અલ્તાફ ગત તા.૧૩/૦૬/૨૦૨૩ ના બપોરના સમયે મેમુદભાઇ ઇસ્માઇલભાઇ જામ (રહે.માળીયા મી.) સાથે મેમુદભાઇની જી.જે.-૩૬-એ.સી.-૯૨૨૧ નંબરની ઈક્કો કારમાં જતો હતો. ત્યારે તેણે ઇક્કો ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે ચલાવતા ગાડી પલ્ટી મારી જતા સાથે બેસેલ મેમુદભાઇને પેટના ભાગે ઈજાઓ પહોંચી હતી. જયારે ફરીયાદીના ભાઇ અને ડ્રાઈ વિંગ કરતા અલ્તાફને માથામા તથા છાતીના ભાગે ગંભીર ઇજા પહોચાડતા તે બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અલ્તાફભાઈબનું મોત નિપજતા સમગ્ર મામલે ઇલ્યાસભાઇ અભરામભાઇ માલાણીએ માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.









