મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી.બી.જાડેજા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન માળિયા(મી.) ના મોટી બરાર ગામે ચાલતા કોલ સેન્ટરના ગુન્હામાં સંડોવાયેલ મુખ્ય આરોપી દિવ્યરાજસિંહ મયુરસિંહ જાડેજા (ઉ.વ.૩૦, રહે મોટા ભેલા તા. માળિયા(મી.) જી. મોરબી) વાળાને ઝડપી લેવામાં સફળતા મળી છે જે ઝડપાયેલ આરોપીએ પૂછપરછમાં તેને ગોઆના અનીશ એન્થની પુદીપુંરીક્લની સાથે મળી કોલ સેન્ટર ચાલુ કરેલ અને અનીશ એન્થની યુકેના નાગરિકોનો ડેટા તથા યુકેના બેંક એકાઉન્ટ મેળવી આપતો હોવાની કબુલાત આપી હતી અને યુકેના નાગરિકોને યુ.કે. સરકાર નો ટેક્સ બાકી હોય તે ભરવા માટે ખોટા નામ ધારણ કરી નાગરીકોને વિશ્વાસમાં લઈ ડરાવી પાઉન્ડમાં રકમ પડાવતા હોવાની કબુલાત આપી છે તો પોલીસે ઝડપાયેલ આરોપીના રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે આરોપી અનીશ એન્થની પુદીપુંરીક્લ (રહે.ગોઆ) વાળા વિરુદ્ધ અગાઉ અમેરિકા (યુનાઇટેડ સ્ટેટ) સઘન ડિસ્ટ્રીક, ટેક્ષાસ, હુસટન ડિસ્ટ્રીક કોર્ટ ખાતે પણ બોગસ કોલ સેન્ટર બાબતે કેસ ચાલુ છે.