માળીયા(મી) પોલીસે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૧ બોટલ તથા બિયરનું એક ટીન કબ્જે કર્યું
માળીયા(મી) પોલીસે ખાખરેચી ફાટક નજીક વોચ ગોઠવી સુપર કેરી વાહનમાં વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો.
માળીયા(મી) પોલીસ ટીમને બાતમી મળેલ કે સુપર કેરી વાહન રજી.નં. જીજે-૩૬-વી-૯૪૮૨માં વિદેશી દારૂ બિયરનો જથ્થો ભરી નીકળવાનો હોય જેથી તુરંત પોલીસ ખાખરેચી ફતસ્ક નજીક વોચમાં હતા તે દરમિયાન ઉપરોક્ત નંબરવાળું સુપર કેરી વાહન ત્યાંથી પસાર થતા તેને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બે બ્રાન્ડની ૧૧ બોટલ તેમજ એક કિંગફિશર બિયરનું ટીન મળી આવ્યું હતું. જેથી પોલીસે સુપર કેરી વાહન ચાલક આરોપી કલ્પેશભાઈ ઉર્ફે કમલેશ બાબુભાઇ ધોરકડીયા ઉવ.૩૩ રહે. હળવદ તાલુકાના સુરવદર ગામવાળાની અટકાયત કરાઈ છે. પોલીસે સુપર કેરી વાહન તથા વિદેશી દારૂ-બિયરના જથ્થા સહિત કુલ કિ.રૂ. ૧,૫૮,૯૭૫/- નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે.