Thursday, November 30, 2023
HomeGujaratમાળીયા મિયાણા તાલુકા ભાજપ દ્વારા મહેન્દ્રગઢ ગામે સ્નેહમિલન સમારોહ યોજાયો

માળીયા મિયાણા તાલુકા ભાજપ દ્વારા મહેન્દ્રગઢ ગામે સ્નેહમિલન સમારોહ યોજાયો

નવા વર્ષના પ્રારંભ નિમિતે માળિયા મિયાણા તાલુકા ભાજપ દ્વારા મહેન્દ્રગઢ (ફગસિયા) ખાતે આવેલ બોળા હનુમાન મંદિરના આંગણે સ્નેહમિલન સમારોહનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

આ અવસરે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા, જેસંગભાઈ હુંબલ, રણછોડભાઈ દલવાડી, કૃભકોના ડાયરેક્ટર મગનભાઈ વડાવીયા, માળિયા તાલુકા ભાજપ પ્રભારી સુભાષભાઈ પડસુંબિયા, મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઇ રાઠોડ, ઉપ પ્રમુખ સવજીભાઈ કારોલિયા, કારોબારી અધ્યક્ષ નિર્મળસિંહ જાડેજા, માળિયા તાલુકા ભાજપના મહામંત્રી અરજણભાઈ હુંબલ, મનીષભાઈ કાંજીયા, મનહરભાઈ બાવરવા ડિરેક્ટર મોર્કેટિંગ યાર્ડ તથા માળિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નારણભાઇ સોઢિયા, મોરબી જિલ્લા પંચાયતના ક્રોપ સભ્ય કેતનભાઈ વિડજા, અમૃતલાલ વિડજા મોરબી જીલ્લા સંયોજક તથા માળિયા તાલુકાના લક્ષ્મીવાસ ગામના યુવા સરપંચ જયદીપ ભાઈ સંઘાણી, માળિયા તાલુકા યુવા ભાજપ પ્રમુખ હિતેશભાઈ દસાડીયા, આઈ ટી સેલ ઇન્ચાર્જ વિજયભાઈ ગજીયા, સહિત તાલુકાના ચૂંટાયેલા સદસ્યો તથા ભાજપના હોદ્દેદારો તથા અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ અગ્રણીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત ભાજપ સંગઠનને વધુને વધુ મજબૂત બનાવવાની દિશામાં ચર્ચા કરવામાં આવી હતી તથા પેઈજ પ્રમુખની સમિતિ રચવાની સલાહ પણ અપાઈ હતી. સૌ કાર્યકર્તા સાથે મળીને માળિયા તાલુકા સાંગઠનને વધુ મજબૂત બનાવે એવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!