રાજ્યમાં દારૂનું વેચાણ કરવું અને સેવન કરવું તેના પર પ્રતિબંધ છે એમ છતાં દર વર્ષ ગુજરાતમાં કરોડોની કિંમતમાં દારૂના જથ્થા ઝડપાતા હોય છે. ત્યારે આજે માળીયા મીયાણા પોલીસ દ્વારા અલગ-અલગ ગુન્હાઓમાં પકડેલ વીદેશીદારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ગત ૨૦૨૨ તથા ૨૦૨૩ ના વર્ષમાં અલગ અલગ કુલ ૨૭ પ્રોહીબીશન ગુનામાં પકડાયેલ પરપ્રાંતીય વિદેશી દારૂ તથા બીયરની કુલ ૪૯૯૩૭ બોટલોનાં રૂ.૧,૦૫,૯૬,૩૯૪/-નાં મુદામાલને માળીયા મીયાણા કોર્ટના હુકમ મુજબ માળીયા મી.નાં જખરીયા પીર જવાના રસ્તે આવેલ પડતર ખરાબા વાળી જમીન જખરીયા પાટી વાંઢ પાસે આજે તા-૩૦/૦૧/૨૦૨૪ ના રોજ સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ સંદિપકુમાર વર્મા હળવદ-માળીયા તથા I/C નાયબ પોલીસ અધિક્ષક કે.એ.વાળા તથા સર્કલ પી.આઈ. એન.એ.વસાવા તથા સુપ્રીટેન્ડેન્ટ નશાબંધી અને આબકારી અધી. એચ.જે.ગોહીલની હાજરીમાં નાશ કરવામાં આવ્યો છે