વવાણીયા ગામની સીમમાંથી સૂઝલોનની બંધ પવન ચક્કી ૩૬ હજારની કિંમતના ૯૦૦ મીટરના કોપર વાયરની ચોરી થતા પોલીસ ફરીયાદ નોંધાઇ
માળિયાના વવાણીયા ગામના રહેવાસી મેઘુભા ભાણજીભા પરમાર ઉ.વ.૬૮ દ્વારા માળીયા મિયાણા પોલીસમથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે માળીયા મિયાણાંના વવાણીયા ગામની સીમમાં આવેલ સુઝલોન કંપનીની બંધ પડેલ પવનચક્કી નંબર VM 58 માંથી તા. ૧૯-૦૮-૨૦૨૦ થી ૦૯-૦૯-૨૦૨૦ સુધીમાં 1 અજાણ્યા શખ્સોએ બારી તોડી પવનચક્કીના બે ખાનાના કોપર કેબલ વાયર ૯૦૦ મીટર કીમત રૂ ૩૬,૦૦૦/- કાપીને ચોરી કરી નાસી ગયાની છે જેના આધારે માળિયા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી આરોપીઓને શોધવા કવાયત હાથ ધરી છે.