માળીયા હાઇવે ઉપર પીપળીયા ચાર રસ્તા પાસે આવેલી આશીષ ક્રેન સર્વિસ સેન્ટર ખાતે કામ કરી રહેલા ૩૦ વર્ષીય ડ્રાઈવરને અચાનક છાતીમાં દુખાવો થતાં બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
માળીયા(મી). પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અ.મોત હેઠળ નોંધાયેલા બનાવ મુજબ, મૂળ ઝારખંડના ગઢવા જીલ્લાના માજીઆવ તાલુકાના ગોપાલપુત ગામના રહેવાસી અને હાલ માળીયા હાઇવે પીપળીયા ચાર રસ્તા નજીક આશિષ ક્રેન સેન્ટરમાં રહેતા ૩૦ વર્ષીય ખુશાલઅહમદભાઇ શમસાદઅહમદભાઇ ખાનને ગત તા. ૩ સપ્ટેમ્બરના સાંજના લગભગ છ વાગ્યાની આસપાસ કામ દરમ્યાન તેમને અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. થોડી જ વારમાં તેઓ બેભાન થઈ ગયા હતા જેથી તેઓને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઇ તપાસી ખુશાલ અહમદભાઇને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.