Friday, April 19, 2024
HomeGujaratમાળીયા (મી.) : યુવતીને ભગાડી જવા મામલે મારામારી, ફરિયાદ નોંધાઈ

માળીયા (મી.) : યુવતીને ભગાડી જવા મામલે મારામારી, ફરિયાદ નોંધાઈ

બનાવની માળીયા (મી) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ઇકબાલભાઇ મામદભાઇ મોવર (ઉવ-પ૦ ધંધો મજુરી રહેવાસી માળીયા મીંયાણા તાલુકા શાળાની પાસે) એ આરોપીઓ નેકમામદભાઇ કાસમભાઇ તરાયા, સીકંદર ઇસ્માઇલભાઇ તરાયા, મહમહ ઓસ્માણભાઇ તરાયા (જશાપર વાંઢ શિકારપુર, કચ્છ), સલીમભાઇ સુભાન કટીયા (વિશાલા હોટલ પાસે માળીયા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આજથી આશરે સાતેક મહીના પહેલા આરોપીની દીકરીને સાહેદ આબીદ ભગાડીને લઇ ગયેલ હોય જે બાબતનો ખાર રાખી ગત તા.૨૫ ના રોજ સાંજના પોણા પાંચેક વાગ્યા વખતે આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને ગાળો આપી ધારીયા તથા લોખંડના પાઇપથી શરીરે નાના મોટી ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!