માળીયા(મી) તાલુકાના બગસરા ગામ નજીક સૂઝલોન કંપની હેઠળની પવનચક્કીમાંથી ગઈ તા.૧૩/૧૦ ના રોજ ૬૭૦ મીટર કોપર કેબલ કિ.રૂ.૩.૩૫ લાખની ચોરી થઈ હતી, જે કોપર કેબલ ચોરીનો ભેદ ઉકેલી માળીયા(મી) પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ માળીયા(મી)ના વવાણીયા ગામે રહેતા મેઘુભા ભાણુભા પરમાર ઉવ.૭૬ રાજકોટની ઇગલ-આઈ સિક્યુરિટી એજન્સીમાં સિક્યુરિટી સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે ત્યારે માળીયા(મી)થી વર્ષામેડી સુધીના વિસ્તારમાં સૂઝલોન કંપની દ્વારા લગાવવામાં આવેલ પવનચક્કીની સિક્યુરિટીનું કામ તેમના સુપરવિઝન હેઠળ હોય ત્યારે સૂઝલોન કંપનીની માળીયા(મી) તાલુકાના બગસરા ગામે લગાવવામાં આવેલ વીએમ-૭૫ નંબરની પવનચક્કીમાંથી ગત તા.૧૩/૧૦ ના રોજ અજાણ્યા તસ્કરો દ્વારા કોપર કેબલ વાયર ૬૭૦ મીટર કાપીને લઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પવનચક્કીનું તાળું તોડી કોપર કેબલની ચીરી ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસ ટીમે ચોરીમાં સંડોવાયેલ ચાર આરોપીઓની અટક કરવામાં આવી છે, જેમાં આરોપી લાલજીભાઇ બાબુભાઇ મેજરાની ઉવ.૨૪, સંજયભાઇ વશરામભાઇ મેજરાની ઉવ.૨૨, કિશનભાઇ નાગજીભાઇ મેજરાની ઉવ.૨૮ તથા પંકજભાઇ ચકુભાઇ મેજરાની ઉવ.૨૧, ચારેય રહે.લલીયાણા તા.ભચાઉ જી.કચ્છ-ભુજને ઝડપી લઈ હસ્તગત કરી ચારેય સામે બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.