માળીયા મીયાણા પંથકમાં ગામે યુવતીને ભગાડી ગયેલ યુવકના રહેણાંક મકાનમાં અને ઘર બહાર પડેલ આગ ચંપી કરી તોડફોડ કરનાર ૧૪ જેટલા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવની વિગત અનુસાર માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં ઝરીના બેન અલીભાઈ સુમરા નામના ફરીયાદીએ ફરિયાદ નોંધાવી છે કે તેઓ પોતાના પરિવાર સાથે રહે છે ત્યારે બપોરના સમયે ગામમાં જ રહેતા ચતુરભાઈ લાલજીભાઈ ભટાસણા અને તેનો દીકરો ધવલ ચતુરભાઈ ભટાસણા , ભુદરભાઈ લાલજીભાઈ ભટાસણા,મયૂર ભુદર ભાઈ ભટાસણા,મનીષ ભુદર ભાઈ ભટાસણા,ભારત કાંતિલાલ ભટાસણા,રમેશ છગનભાઈ ભટાસણા,બ્રિજેશ મહાદેવભાઈ હિરાણી, વિશાલ વાલજીભાઈ ભટાસણા,દિવ્યેશ અમૃતભાઈ ભટાસણા,પ્રયાગ રમેશભાઇ ભટાસણા તથા અન્ય ત્રણ થી ચાર અજાણ્યા ઈસમો (રહે.તમામ નાના દહીંસરા)એ હાથ માં પેટ્રોલ ભરેલ પ્લાસ્ટિક ની બોટલ તેમજ ધોકા કુહાડી જેવા હથિયારો સાથે ગાળો બોલતા ઘસી આવેલ હતા અને આજે. તમારું ઘર સળગાવી દેવું છે અને તારા ભાઈ ઇરફાન ને પતાવી દેવો છે તેમ બોલતા બોલતા ઘરમાં તોડફોડ શરુ કરી હતી અને ઘરમાં આગ લગાવી હતી તેમજ ઘરની બહાર પડેલ રિક્ષામાં પણ આગચંપી કરી દીધી હતી જે બાદ આજુબાજુના લોકો ભેગા થઈ જતા તમામ લોકો ત્યાંથી નાસી છૂટ્યા હતા અને પરિવારે માળીયા મિયાણા પોલીસને જાણ કરી હતી .જે બાદ થોડી વારમાં પોલીસ પહોંચી હતી પરંતુ ત્યાં સુધીમાં મકાનમાં ફર્નિચર સમાન અને રિક્ષા બળીને ખાક થઈ ગઈ હતી.
તેમજ આ બનાવનુ કારણ જણાવતા ફરીયાદીએ જણાવ્યું હતું કે ફરિયાદીનો ભાઈ ઇરફાન યુવતીને ભગાડી ગયો હોય જેનો ખાર રાખીને આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી એક સંપ થઈ ને ઘાતક હથીયારો અને પેટ્રોલ ની બોટલ સાથે ધસી આવી ઘરમાં ફર્નિચર તેમજ સરસામાન માં તોડફોડ કરી રૂપિયા ૩,૦૦,૦૦૦ તેમજ રિક્ષામાં આગ લગાવી રૂપિયા ૧,૦૦,૦૦૦ ની નુકશાની કરી ભાગી ગયેલ હોવાની ફરિયાદ નોંધાવી હતી.જેથી માળીયા મીયાણા પોલીસે ગુનો નોંધી ને કાર્યવાહી હાથ ધરી છે.