માળીયા(મી) તાલુકાના જુના ખીરઈ ગામે રહેતા ખુડૂત યુવકે અગાઉ ભાગીદારીમાં વ્યવસાય કરતા માળીયા(મી)ગામે રહેતા ઈસમ સાથે ગેરકાયદેસરના કામ કરવા બાબતે ના પાડયાનો ખાર રાખી પોતાની થાર ગાડીથી ખેડૂત યુવકની બલેનો ગાડીમાં આગળ અને પાછળના ભાગે અથડાવી નુકસાની કરી હતી તથા યુવકને માર મારવાની ગર્ભિત ધમકીઓ આપતા સમગ્ર બનાવ મામલે ભોગ બનનાર યુવક દ્વારા અત્રેના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર માળીયા(મી) તાલુકાના જૂની ખીરઈ ગામે રહી ખેતી કરતા યૂસૂફભાઇ અલારખાભાઇ સંધવાણી ઉવ.૨૨ એ માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી યુસુબ કાદર જેડા રહે-જુના રેલ્વે સ્ટેશન પાસે માળીયા(મી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરિયાદી યુસુફભાઈ અગાઉ આરોપી યુસુબ જેડા સાથે કામ કરતા હોય ત્યારે ફરીયાદીએ આરોપી યુસુબ સાથે ખોટા કામ કરવાની ના પાડેલ જે બાબતનો ખાર રાખી આરોપીએ પોતાની થાર ગાડી રજી.નં. જીજે-૩૭-જે-૯૯૦૫ વાળી આ ફરીયાદીની બલેનો ગાડી રજી.નં. જીજે-૩૬-આઇસી-૦૯૪૮ વાળીના આગળના ભાગે તથા ઠાઠાના ભાગે ભટકાડી નુકસાન કરી ફરીયાદી યુસુફભાઈને માર મારવાની ધમકી આપી હતી. ત્યારે યુસુફભાઈએ માળીયા(મી) પોલીસ મથકમાં કારમાં નુકસાની તથા માર મારવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.