માળીયા(મી) પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન માળીયા(મી) થી સરકારી હોસ્પીટલ જવાના રસ્તાના ખુણા પાસે જાહેરમા વર્લી ફીચરના આંકડા આંકડાનો જુગાર રમાડતા એક ઇસમને રોકડ તથા મોબાઇલ સહિત રૂ.૧૨,૪૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવ્યો છે.
માળીયા(મી) પોલીસ મથકની સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન માળીયા(મીં)થી સરકારી હોસ્પીટલ તરફ જવાના રસ્તાના ખુણા પાસે આવતા આમીનભાઇ ઉર્ફે હાજી જાનમામદભાઇ જેડા ઉવ.૩૨ રહે.વાડા વિસ્તાર માળીયા(મી) વાળો વર્લી ફીયરના આંકડા ઉપર પૈસાની લેતી દેતી કરી નશીબ આધારીત હારજીતનો વર્લી ફીચરના આંકડાનો જુગાર રમાડતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો, આ સાથે પોલીસે આરોપી પાસેથી રોકડા રૂ.૧૦૪૦૦/- તથા એક મોબાઇલ કી રૂ.૨,૦૦૦/- એમ કુલ કી રૂ.૧૨૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે લઈ, પકડાયેલ આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.