માળીયા(મી) ટાઉનમાં માલાણી શેરીમાં રહેતા ૨૦ વર્ષીય પરિણીતાને માથામાં દુખાવો થતો હોય જે માટે માથાના દુખાવાની દવાને બદલે ભૂલથી ઝેરી દવા પી લીધી હતી, જે બાદ ઝેરની અસર થતાં તેમને મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
માળીયા(મી) પોલીસ મથકમાં નોંધાયેલ અ.મોતની નોંધ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ, મોહસીનાબેન ગુલજારભાઈ માલાણી ઉવ.૨૦ રહે. માલાણી શેરી માળીયા(મી)ના લગ્નને માત્ર છ મહિના થયા હતા. તેઓ તા.૧૧/૦૮ના રોજ મુળવદર રણ કાઠે તા.માળીયા(મી) પોતાના માતા-પિતાના ઘરે હતા. ત્યારે સવારે લગભગ ૭ વાગ્યે માથાનો દુખાવો થતાં, માથાના દુખાવાની દવાને બદલે ભૂલથી ઝેરી દવા પી લીધી હતી, ત્યારે ઝેરની અસર થતાં તેમની તબિયત બગડતા તેમને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તા.૧૩/૦૮ના રોજ મોહસીનાબેન સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું