Thursday, December 26, 2024
HomeGujaratમાળીયા(મી):વીજ ચેકીંગ દરમિયાન કર્મચારીને પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી...

માળીયા(મી):વીજ ચેકીંગ દરમિયાન કર્મચારીને પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બે સામે ફરિયાદ

માળીયા(મી) ટાઉનમાં વીજ ચોરી પકડી પડવાની ઝુંબેશ અંતર્ગત ઉપરી અધિકારીઓની સૂચનાથી વીજ કંપનીના કર્મચારીઓની ટીમ વીજ ચેકીંગમાં ગયા હોય ત્યારે જુના રેલ્વે સ્ટેશનના વાડા વિસ્તાર નજીક આવેલ જનરલ સ્ટોરમાં વીજ ચેકીંગ સંદર્ભે વીજ મીટર છે તેમ પૂછતાં જનરલ સ્ટોરમાં હજાર બે ઈસમો દ્વારા વીજ કર્મચારીને પ્લાસ્ટિકના પાઇપ વડે માર મારી ગાળો આપી સાથેના અન્ય કર્મચારીને પણ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હાલ માળીયા(મી) પોલીસે બે આરોપીઓ સામે ફરિયાદ નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ દાહોદ જીલ્લાના સારમારીયા ગામના વતની હાલ મોરબી રવાપર રોડ એવન્યુ પાર્કમાં રહેતા વીજ કર્મચારી અલકેશભાઈ સવસીભાઈ ડામોર ઉવ.૪૦ એ આરોપી નવાબભાઇ ઈશુબભાઇ જેડા રહે -જુના રેલ્વે સ્ટેશન પાસે વાડા વિસ્તાર માળીયા(મી) તથા ફૈજાનભાઈ મુરાદભાઈ જામ રહે-માળીયા(મી) ઇસુફભાઇના ઘરે એમ બંને વિરુદ્ધ માળીયા(મી)પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે વીજ ચોરી તથા ગેરકાયદેસર વીજ જોડાણને લઈ સઘન ચેકીંગ માટે ઉપરી અધિકારીઓની સુચના થતા અલકેશભાઈ સહિતની વીજ કર્મચારીની ટીમ ગઈકાલ તા.૧૮/૧૦ના રોજ માળીયા(મી) ટાઉન વિસ્તારમાં વીજચોરી અંતર્ગત વીજ ચેકીંગ કરતી હોય ત્યારે ચેકીંગ દરમિયાન માળીયા(મી)ના જુના રેલ્વે સ્ટેશન વાડા વિસ્તારમાં રેલ્વે ફાટકથી ઢાળીયો ઉતરીને આવેલ જનરલ સ્ટોરમાં જનરલ સ્ટોર પાસે આવતા દુકાનમા હાજર બે ઈસમો આરોપી નવાબભાઇ ઈશુબભાઇ જેડા તથા આરોપી ફૈજાનભાઈ મુરાદભાઈ હોય ત્યારે અલકેશભાઈ દ્વારા દુકાનમા વિજ વપરાશ માટે મીટર છે કે કેમ ? તેમ પુછતા આરોપી નવાબભાઈ એકદમ ઉશ્કેરાઇ જઈ અલકેશભાઈને પ્લાસ્ટીકના પાઈપ વડે ખંભાના ભાગે તેમજ હાથમા કાંડાના ભાગે ઘા મારી ઈજા કરેલ તેમજ આરોપી ફૈજાનભાઈએ ફરીયાદી તથા તેમની સાથેનાઓને ગાળો આપી બન્ને ઈસમોએ અલકેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરવામા એકબીજાની મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સને રાજ્ય સેવકની ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!