મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે માળીયા(મી) માં ભગડીયા વાઢ ઢાળીયા પાસે આવેલ આરોપીના રહેણાંક મકાનની બાજુમાં બાવળની કાંટમાંથી દેશી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતો ઠંડો આથો ભરેલ ૬ બેરલમાં ૧૨૦૦લીટર ઠંડા આથાનો જથ્થો કિ.રૂ.૩૦ હજાર પકડી લેવામાં આવ્યો છે, આ સાથે એક આરોપીની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી છે.
મોરબી એલસીબી પોલીસને બાતમી મળેલ કે માળીયા(મી)માં ભગડીયા વાઢ ઢાળીયા પાસે આવેલ આરોપી અસ્માઇલભાઈ અબ્રાહિમભાઈ મોવરના રહેણાંક મકાનની બાજુમાં બાવળની કાંટમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવે છે અને હાલ આ પ્રવૃત્તિ ચાલુ હોય જે મુજબની બાતમીને આધારે તુરંત ઉપરોક્ત ભગડીયા વાંઢ વિસ્તારમાં ક્રાઇમ બ્રાંચ ટીમે રેઇડ કરતા સ્થળ ઉપરથી ૬ બેરલમાં ભરેલ ૧૨૦૦ લીટર ઠંડો આથો કિ.રૂ.૩૦ હજાર મળી આવતા આરોપી અસ્માઇલભાઈ અબ્રાહિમભાઈ મોવર ઉવ.૪૦ રહે.માળીયા(મી) ભગડીયા વાંઢ વિસ્તારવાળાની અટક કરી તેની વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.