માળીયા(મી)ના નાના દહીંસરા ગામે શ્રીકૃષ્ણ પેટ્રોલપંપના રૂમમાં રહેતા મૂળ ઝારખંડ રાજ્યના ગીરીડીહ જીલ્લાના ઘાઘરા ગામનો વતની ફલેન્દ્ર ડાલેશ્વર મહતો ઉવ.૩૦ને ગત તા. ૮ નવેમ્બરના રોજ અચાનક માથામા દુખાવો ઉપડતા સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવારમા જામનગર જી.જી. હોસ્પીટલમાં દાખલ કરતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે ફલેન્દ્રને મરણ જાહેર કર્યો હતો, ત્યારે મૃત્યુના બનાવ અંગે મૃતકની પત્ની બબીતાકુમારી ફલેન્દ્ર મહતો પાસેથી પ્રાથમિક વિગતો મેળવી માળીયા(મી) પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.