માળીયા(મી) પોલીસે પૂર્વ બાતમીને આધારે તાલુકાના મોટા ભેલા ગામે રેઇડ કરી હતી, જ્યાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ જુગારીને રોકડા ૧૧,૯૮૦/-સાથે પકડી લેવાયા છે.
માળીયા(મી) પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમના હરપાલસિહ ખેર તથા પો.કોન્સ જયપાલસિંહ ઝાલાને સંયુકત બાતમી મળેલ કે માળીયા(મી) વિસ્તારના મોટા ભેલા ગામની સીમામાં જાહેરમાં અમુક શખ્સો ગંજીપતાના પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમે છે જે આધારે તુરંત મોટા ભેલા ગામે દરોડો પાડતા, જ્યાં જુગારની મહેફિલ માણી રહેલ આરોપી કાન્તીલાલ ધરમશીભાઇ સરડવા, ખેંગારભાઇ મેરામભાઇ બરબચીયા, ચંદુલાલ દેવજીભાઇ ખાંભળીયા, કરશનભાઇ ભગવાનજીભાઇ ખાંભળીયા તથા શીવાભાઇ શામજીભાઇ ખાંભળીયા તમામ રહે. મોટાભેલા તા. માળીયા(મી)ને રોકડા રૂ.૧૧૯૮૦/- સાથે કુલ પાંચ આરોપીઓને પકડી લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.