માળીયા(મી) મામલતદાર ઓફીસ સામે જાહેરમાં વર્લી ફીચર્સ ના અલગ અલગ આંકડા નોટબુકમાં લખી તેનો જુગાર રમી રમાડતા ભરતભાઇ જગજીવનભાઇ કૈલા ઉવ-૪૭ રહે-ખાખરેચી ગામ તા-માળીયા(મી)વાળાને માળીયા પોલીસ દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવી તેની પાસેથી વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય સહિત રોકડા ૩૩૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. હાલ પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.