માળીયા(મી) પોલીસે પૂર્વ બાતમીને આધારે અણીયારી ટોલનાકા નજીકથી ટ્રકમાં ઇગ્લીશ દારૂની ૭૬ બોટલો સાથે ટ્રક ચાલકની અટક કરવામાં આવી છે, જ્યારે એક આરોપી નાસી ગયો હતો, આ સાથે પોલીસે ટ્રક સહિત ૧૫.૫૬ નો મુદ્દામાલ કબ્જે લઈ આગળની તપાસ ચલાવી છે.
માળીયા(મી) પોલીસ મથકના પીઆઇ આર.સી.ગોહિલની રાહબરી હેઠળ હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા, કોન્સ. પ્રવિણસિંહ રાઠોડ તથા રાજેન્દ્રસિંહ સોલંકીને સંયુકતરાહે મળેલ બાતમી હકીકત આધારે માળીયા(મી) તાલુકાના અણીયાળી ટોલનાકાથી ટાટા ટ્રક રજી.નં. આરજે-૩૦-જીએ-૯૩૬૯ માંથી ઈંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૭૬ બોટલ કિં.રૂ.૫૬,૭૮૮/- તથા ઇગ્લીશ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ ટ્રક કિં.રૂ.૧૫,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧૫,૫૬,૭૮૮/- ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક આરોપી ગોપાલસિંગ છોગસિંહ રાવત ઉવ.૪૩ રહે.રાજવા ધોરા તા.બ્યાવર જી.રાજસમંદ રાજસ્થાન વાની અટક કરવામાં આવી હતી, જ્યારે અન્ય એક આરોપી બહાદુરસિંહ મોહનસિંહ રાવત રહે. રાજવા જી.રાજસમંદ રાજસ્થાન વાળો પોલીસને જોઈને નાસી જતા તે આરોપીને ફરાર દર્શાવી માળીયા(મી) પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.