અર્જુનનગર ગામના પાટીયા નજીક કાર રેઢી મૂકી કાર-ચાલક સહિત બે ઈસમો નાસી છૂટ્યા.
માળીયા(મી): કચ્છથી એન્ડેવર કારમાં વિદેશી દારૂ ભરી જામનગર લઈ જવામાં આવતો હોવાની માળીયા(મી) પોલીસ ટીમને મળેલ બાતમીને આધારે પોલીસ ટીમ માળીયા(મી) રેલ્વે ફાટક નજીક વાહન ચેકીંગની કામગીરીમાં હોય તે દરમિયાન એન્ડેવર કારના ચાલકે કારનો યુ-ટર્ન લઈ નાસવા જતા હોય જેથી તે કારનો ફિલ્મી ઢબે પીછો કરતા, કાર ચાલક અને તેની સાથેનો ઈસમ એમ બન્ને જણ અર્જુનનગર ગામ નજીક કાર રેઢી મૂકીને નાસી ગયા હતા, ત્યારે કારમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની ૪૭૦ બોટલ કિ.રૂ. ૬ લાખ મળી આવી હતી. આ સાથે પોલીસે કાર તથા વિદેશી દારૂનો જથ્થો સહિત ૧૬ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ નાસી જનાર બન્ને આરોપીઓ વિરુદ્ધ તથા તપાસમાં ખુલ્લે તેની સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, માળીયા(મી) પોલીસ ટીમને બાતમી મળી કે, કચ્છથી જામનગર એન્ડેવર કાર રજી.નં. જીજે-૧૨-ડીજી-૯૦૮૧માં વિદેશી દારૂની હેરાફેરી થવાની હોય જે બાતમીને આધારે માળીયા પોલીસ રેલ્વે ફાટક નજીક વોચ ગોઠવી વાહન ચેકીંગની કામગીરીમાં હોય તે દરમિયાન ઉપરોક્ત બાતમી વાળી એન્ડેવર કાર દૂરથી પોલીસને જોઈ કાર ચાલકે કારનો યુ-ટર્ન લઈ નાસવા લાગ્યા હતા, ત્યારે પોલીસે તે કારનો પીછો કરતા, કાર ચાલક અને તેની સાથેનો ઈસમ અર્જુનનગરના પાટીયા નજીક કાર રેઢી મૂકી નાસી જવામાં સફળ થયા હતા, ત્યારે પોલીસે એન્ડેવર કારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૪૭૦ નંગ બોટલ કિ.રૂ.૬,૦૦,૮૦૦/- મળી આવી હતી. જેથી પોલીસે એન્ડેવર કાર કિ.રૂ.૧૦ લાખ અને વિદેશી દારૂ સહિત ૧૬,૦૦,૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ નાસી જનાર બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.