Monday, December 22, 2025
HomeGujaratમાળીયા(મી) પોલીસે ડ્રોન પેટ્રોલિંગના માધ્યમથી દેશી દારૂની અલગ અલગ બે ચાલુ ભઠ્ઠી...

માળીયા(મી) પોલીસે ડ્રોન પેટ્રોલિંગના માધ્યમથી દેશી દારૂની અલગ અલગ બે ચાલુ ભઠ્ઠી ઝડપી પાડી

માળીયા(મી) પોલીસે ડ્રોનના માધ્યમથી પેટ્રોલિંગ દરમ્યાન માળીયા તાલુકાના વીરવિદરકા ગામની સીમમાં નદીના કાંઠા પાસે દેશી દારૂની બે ભઠ્ઠી ચાલુ હાલતમાં ઝડપી પાડી હતી. બંને સ્થળેથી દેશી દારૂ, દારૂ બનાવવાનો આથો તથા ભઠ્ઠી સંબંધિત સામગ્રી સહિત કુલ રૂ. ૨,૫૮,૬૫૦/- નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રેઇડ દરમ્યાન આરોપીઓ હાજર ન મળતા તેમના વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) પોલીસ દ્વારા ડ્રોનના માધ્યમથી વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન માળીયા તાલુકાના વીરવિદરકા ગામની સીમમાં નદીના કાંઠા પાસે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળતા પ્રથમ રેઇડ કરવામાં આવી હતી. રેઇડ દરમ્યાન આરોપી અલ્તાફભાઈ હસણભાઇ સંઘવાણી રહે. વિરવિદરકા ગામ તા. માળીયા(મી) વાળાની દેશી દારૂ ઉતારવાની ભઠ્ઠી મળી આવી હતી. સ્થળ પરથી દેશી દારૂ ૪૬૦ લીટર, દારૂ બનાવવાનો આથો ૨૬૦૦ લીટર તેમજ ભઠ્ઠીને લગતી ચીજવસ્તુ મળી કુલ રૂ. ૧,૫૭,૧૦૦/- નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. રેઇડ દરમ્યાન આરોપી હાજર ન મળતા તેના વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ઉપરાંત બીજી રેઇડ દરમિયાન આરોપી મકબુલભાઇ ગફુરભાઇ સામતાણી રહે. વિરવિદરકા તા. માળીયા(મી) વાળાની દેશી દારૂ ઉતારવાની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરાઈ હતી. અહીંથી દેશી દારૂ ૩૭૦ લીટર, દારૂ બનાવવાનો આથો ૧૧૦૦ લીટર તથા ભઠ્ઠી સંબંધિત સામગ્રી મળી આવી હતી. કુલ રૂ. ૧,૦૧,૫૫૦/- નો મુદામાલ જપ્ત કરી આરોપી હાજર ન મળતા તેના વિરુદ્ધ પણ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી માળીયા(મી) પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!