Thursday, April 2, 2026
HomeGujaratમાળીયા(મી) પોલીસે દેશી બનાવટની જામગરી બંદુક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો

માળીયા(મી) પોલીસે દેશી બનાવટની જામગરી બંદુક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો

માળીયા(મી) વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે રાયસંગપર રોડ પરથી એક શખ્સને દેશી બનાવટની જામગરી બંદુક સાથે ઝડપી પાડી તેની વિરુદ્ધ હથિયારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) પોલીસ મથકના પીઆઇના મારદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ દ્વારા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવતી પેટ્રોલિંગની કામગીરી દરમિયાન મહત્વપૂર્ણ સફળતા મળી છે. જેમાં મળેલી બાતમીના આધારે રાયસંગપર ગામ તરફ જવાના રસ્તા પાસે શંકાસ્પદ હાલતમાં એક ઇસમ મળી આવ્યો હતો. તપાસ કરતા તેના પાસેથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક કિ.રૂ.૨,૫૦૦/-મળી આવી હતી, આ સાથે પોલીસે આરોપી અસગરભાઈ રમજાનભાઈ મોવર રહે. કાજરડા ગામ તા. માળીયા(મી) વાળાની અટકાયત કરવામાં આવી હતી. હાલ માળીયા(મી) પોલીસે આરોપી વિરુદ્ધ હથિયારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!