મોરબીમાં વિદેશી દારૂ બિયર પકડાવાનાં બનાવોમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ સ્થાનિક પોલીસે પણ ચેકીંગમાં વધારો કરી દીધો છે. ત્યારે ગઈકાલે માળીયા મી. પોલીસે રાસંગપર ગામના પાટીયે બસ સ્ટેશન પાસેથી એક શખ્સને બે બિયરનાં ટીન સાથે ઝડપી પાડયો છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મી. પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલીંગમાં હતી. ત્યારે તેઓએ શંકાના આધારે રાસંગપર ગામના પાટીયે બસ સ્ટેશન પાસેથી એક શખ્સને રોકી તેની પૂછપરછ કરી શંકા વધુ ગાઢ થતાં તેની તપાસ કરતા સંજયભાઈ જેઠાભાઈ પનારા (રહે-હાલ મોરબી પીપળી શિવ પાર્ક સોસાયટી તા-જી.મોરબી મુળ રહે.ચિત્રોડી ગામ તા-હળવદ જી.મોરબી) નામના આરોપી પાસેથી કિંગ ફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ લખેલ બિયરનાં ૨ ટીન મળી કુલ રૂ.૨૦૦/- નો મુદામાલ મળી આવ્યો હતો. જેને લઇ પોલીસે આરોપીની અટકાયત કરી કાયેસરની કાર્યવાહી હાથ ધરી છે.