માળીયા(મી)ના વેજલપર ગામ નજીક બાઇક ઉપર નીકળેલ દિયર-ભાભીને અકસ્માત નડ્યો હતો, જેમાં રેતી ભરેલ ટ્રેક્ટરની ઠોકરે બાઇક સહિત દિયર-ભાભી રોડ ઉપર પટકાયા હતા. ત્યારે ભાભીનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બાઇક ચાલક દિયરને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.
મળતી માહિતી અનુસાર, માળીયા(મી) ના ખાખરેચી ગામે રહેતા મુન્નાભાઈ વિઠ્ઠલભાઇ સુરાણી ઉવ.૨૬ અને તેમના ભાભી હંસાબેન ઉર્ફે સોનીબેન મોટર સાયકલ ઉપર જઈ રહ્યા હોય ત્યારે માળીયા(મી) તાલુકાના વેજલપરથી ઘાટીલા વચ્ચે, રોડ ઉપર મહિન્દ્રા કંપની રજી.નં. જીજે-૩૬-એએલ-૩૯૮૮ વાળુ રેતી ભરેલ લારી સાથેનુ ટ્રેકટર તેના ચાલક દ્વારા પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી મોટર સાયકલ ઉપર જઈ રહેલા મુન્નાભાઈ અને તેના ભાભી હંસાબેન ઉર્ફે સોનીબેનને હડફેટે લેતા મોટર સાયકલ ચાલકને પગમાં ગંભીર ઇજા પહોંચી હતી જ્યારે હંસાબેન ઉર્ફે સોનીબેન ઉર્ફે સોનલબેનને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેમનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું, ત્યારે મુન્નાભાઈની ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે આરોપી ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.