હળવદ તાલુકાના નવાઅમરાપર ગામ, (પ્રકાશનગર) દલસુખભાઇ લાલજીભાઇ દલવાડીની વાડીમાં કામ કરતા પરિવારનો 9 વર્ષીય બાળક સ્કૂલનાં રિસેસમાં પોતાના નાના ભાઈ અને અન્ય એક બાળક સાથે નવા અમરાપર ગામ, (પ્રકાશનગર) પાસેથી પ્રસાર થતી નર્મદા કેનાલ પાસે નાહવા માટે ગયો હતો. નર્મદા કેનાલના વહેતા પાણીમાં નાહવા પડતા તણાઈ ગયો છે જે બાળક નહિ મળી આવતા હળવદ તાલુકા પોલીસે નામ જોગ યાદી લખી આ બાળકની કોઈપણ પ્રકારની જાણ થાય તો પોલીસ સ્ટેશને જાણ કરવા જણાવ્યું છે….
મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના નવાઅમરાપર ગામ, (પ્રકાશનગર) દલસુખભાઇ લાલજીભાઇ દલવાડીની વાડીમાં કામ કરતા અને મૂળ છોટા ઉદેપુરમાં તુરખેડા ગામના હરસિંગભાઇ રમણભાઇ રાઠવાનો 9 વર્ષીય પુત્ર કરમસિંગ હરસિંગભાઇ રાઠવા જાતે અનુજનજાતી ગત તા.૧૨/૦૭/૨૪ ના રોજ બપોરના એક થી બે વાગ્યા દરમ્યાન સ્કુલના રીસેસના સમયે તેના નાનાભાઇ અશ્વિન તથા અન્ય એક છોકરા નિતેશ સાથે નવાઅમરાપર ગામ, (પ્રકાશનગર) પાસેથી પ્રસાર થતી નર્મદા કેનાલ પાસે ગયો હતો. જ્યાં પોતે નર્મદા કેનાલના વહેતા પાણીમાં નાહવા પડતા અકસ્માતે પાણીમાં તણાઇ જતા અત્યાર સુધી મળી આવ્યો નથી. જે બાળકનો દેખાવે શ્યામ વર્ણા છે, મોઢુ ગોળ છે અને કાળા કલરની ચડ્ડી પહેરેલી છે. જે બાળકની કોઈ પણ પ્રકારની માહિતી મળી આવે તો હળવદ પોલીસ સ્ટેશનમાં અથવા મોબાઇલ નં. ૯૯૨૪૫૧૧૮૪૪ અને ૯૫૩૭૩૫૦૯૦૪ પર સંપર્ક કરવા જણાવ્યું છે.