મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ – નાગડાવાસ ખાતે માળીયા મિયાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ડે – ક્રિકેટ ટુર્નામેન્ટ – ૨૦૨૩ની આજે પુર્ણાહુતી કરવામાં આવી છે. જેમાં મેગા ફાઇનલ મેચમાં ક્રિષ્ના ઇલેવનનો છ વિકેટે વિજય થયો છે. જેનું આજે સનમાન સમારોહ તથા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
આયોજકોનાં જણાવ્યા અનુસાર, માળીયા મિયાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ડે – ક્રિકેટ ટુર્નામેન્ટ – ૨૦૨૩ ટુર્નામેન્ટમાં ક્રિષ્ના ઇલેવનનો છ વિકેટે વિજય થયો છે. જેમાં ફાઈનલ મેચમાં અતિથિ વિશેષ તરીકે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી. વી. અંબારીયા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી. આર. ગરચર, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા, ટી. પી. ઈ. ઓ. માળીયા ડો. શર્મિલાબેન હુંબલ, શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના મહામંત્રી અમુલભાઈ જોષી, મોરબી કેળવણી નિરીક્ષક અશોકભાઈ વડાલીયા, મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી ચમનભાઈ ડાભી, મોરબી ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક સંઘમાં મહામંત્રી કાનાભાઈ રાઠોડ, ટંકારા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર તથા મહામંત્રી વિરમભાઈ દેસાઈ, વાંકાનેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રતિનિધિ દેવરાજભાઈ આલ તેમજ હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રફુલભાઈ નાયકપરા તથા મહામંત્રી ચતુરભાઈ પાટડીયા તેમજ મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના જિલ્લા પ્રતિનિધિ અજયભાઈ ડાંગર તેમજ ગ્રામ્યના પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રતિનિધિ ગૌરાંગભાઈ યાદવ તેમજ તુષારભાઈ બોપલીયા જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમના કોચ તથા મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડના ઓનર સુરેશભાઈ ડાંગર તેમજ નાગડાવાસના સરપંચ સુખાભાઈ ડાંગર ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ ખેલાડીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા, અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માળીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ તથા મહામંત્રી હસુભાઈ સરડવાએ ભારે જહેમત ઉઠાવી હતી.