માળીયા મી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થા પર તંત્ર દ્વારા આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. મે-૨૦૧૧ થી ઓકટોબર-૨૦૨૨ સુધીના સમયગાળા દરમિયાન પોલીસ દ્વારા વિદેશી દારૂનો મોટી માત્રામાં જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. જેનો આજે નાશ કરવા આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ, માળીયા મીયાણ પોલીસ સ્ટેશન વિસ્તારમા મે-૨૦૧૧ થી ઓકટોબર-૨૦૨૨ સુધીના અલગ અલગ ગુન્હામા પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળતા આજ રોજ માળીયા મી પોલીસ સ્ટેશન વિસ્તારના જખરીયા પીર જવાના રસ્તે આવેલ પડતર ખરાબા વાળી જમીન જબરીયા પાટી ખાતે માળીયા મી. પોલીસ સ્ટેશનના કુલ ૪૦ ગુન્હાની રૂપીયા, ૧,૫૯,૭૮,૫૨૯/- ની કીમતની વિદેશી દારૂની નાની મોટી ૫૦,૮૪૭ બોટલો સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ એચ.કે.આચાર્ય તથા નાયબ પોલીસ અધીક્ષક પી.એ.ઝાલા તથા નશાબંધી અને આબકારી વિભાગ સબ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌહાણ તથા સી.પી.આઇ. મોરબી એન.એ.વસાવા તથા પી.એસ.આઇ. એમ.પી.સોનારાની રૂબરૂમાં નાસ કરવામા આવ્યો હતો.