માળીયા(મી) ના ખાખરેચી ગામે ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસેથી માળીયા(મી) પોલીસે શંકાસ્પદ હિલચાલ કરતા બે ઇસમોને રોકવા ઈશારો કરતા, બન્ને નાસવા લાગ્યા હતા, ત્યારે પોલીસે બન્ને ઇસમોને પકડી લઈ, અંગ ઝડતી કરતા આરોપી ઉમેશભાઈ ડુંગરભાઈ ચાવડા ઉવ.૨૬ રહે. ખાખરેચી ગામ વાળાના પેન્ટના નેફામાં વિદેશી દારૂ ઓલ સિઝન ગોલ્ડ વ્હિસ્કીની એક બોટલ મળી આવી હતી, જ્યારે આરોપી જયદીપભાઈ રવજીભાઈ ઝીંઝુવાડિયા ઉવ.૨૧ રહે.ઘાટીલા તા. માળીયા(મી) ના પેન્ટના નેફામાંથી કિંગફિશરનું બિયર ટીન મળી આવતા, પોલીસે કુલ કિ.રૂ.૧,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.