Monday, February 2, 2026
HomeGujaratમાળિયા મી.:પીપળીયા ચાર રસ્તા પાસે મોબાઇલની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, એકની...

માળિયા મી.:પીપળીયા ચાર રસ્તા પાસે મોબાઇલની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, એકની ધરપકડ

માળીયા(મી) પોલીસે એક આરોપીની ધરપકડ કરી ૯ મોબાઇલ જપ્ત કર્યા.

- Advertisement -
- Advertisement -

પીપળીયા ચાર રસ્તા પાસે આવેલી મોબાઇલની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ માળીયા(મી) પોલીસે ઉકેલ્યો છે. પોલીસે પૂર્વ બાતમીને આધારે માળીયા ખાતેથી આરોપીને દબોચી લીધો હતો. આ સાથે આરોપી પાસેથી કુલ ૯ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.

પીપળીયા ચાર રસ્તા પાસે આવેલી એક મોબાઇલની દુકાનમાં થયેલી ચોરીના બનાવને લઈને માળીયા(મી) પોલીસ સ્ટેશનના પીઆઈના માર્ગદર્શન અને સૂચના હેઠળ સર્વેલન્સ ટીમ સક્રિય રીતે તપાસ કરી રહી હતી. આ દરમિયાન સર્વેલન્સ સ્ટાફને હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે ખાનગીરાહે બાતમી મળી હતી કે, દુકાનમાંથી ચોરી કરનાર ઇસમ માળીયા(મી) ખાતે ચોરાયેલા મોબાઇલ વેચાણ કરવા માટે આવનાર છે. જેથી મળેલ બાતમીના આધારે પોલીસ દ્વારા વોચ ગોઠવી હતી, તે દરમિયાન આરોપી ભરતભાઈ કરશનભાઈ ભાટી રહે. માંડવી જીલ્લો કચ્છ વાળો આવતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની તપાસ કરતા તેના પાસેથી કુલ ૯ મોબાઇલ ફોન કિ.રૂ.૫૦,૦૦૦/- મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીએ પીપળીયા ચાર રસ્તા પાસેની મોબાઇલ દુકાનમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી. હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!