Thursday, December 26, 2024
HomeGujaratમાળીયા(મી): કચ્છના પ્રેમી-પ્રેમિકા ભાગી જવાનું મનદુઃખ રાખી પ્રેમિકાના સગા દ્વારા પ્રેમીના ભાઈ...

માળીયા(મી): કચ્છના પ્રેમી-પ્રેમિકા ભાગી જવાનું મનદુઃખ રાખી પ્રેમિકાના સગા દ્વારા પ્રેમીના ભાઈ સહિત ત્રણ શખ્સોનું અપહરણ કરાયુ

માળીયા(મી) ઓનેસ્ટ હોટલ પાસેથી બ્રેઝા કારમાં આવેલા ૬ ઈસમોએ અપહરણ કરાયું હોવાની પ્રેમીના પિતા દ્વારા ફરિયાદ નોંધાવી

- Advertisement -
- Advertisement -

માળીયા(મી): કચ્છ પૂર્વના ગાંધીધામ જીલ્લાના ભછાઉની યુવતી અને ભચાઉ તાલુકાના વોંધડા ગામનો યુવક પ્રેમ સંબંધને લઈને બંને સાથે ભાગી ગયા હતા જે બાબતનું મનદુઃખ રાખી યુવકના ભાઈ સહિતના ત્રણ શખ્સોનું માળીયા(મી) ઓનેસ્ટ હોટલ ખાતેથી યુવતીના સગા-વ્હાલા એવા છ ઈસમો દ્વારા અપહરણ કરવામાં આવ્યા હોવાની માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ પૂર્વ ગાંધીધામ જીલ્લાના વોંધડા ગામે રહેતા ૫૮ વર્ષીય ખેડૂત બાબુભાઇ ભીખાભાઇ મિયોત્રાએ માળીયા(મી) પોલીસ મથકમાં આરોપીઓ કાંતિભાઈ દેવરાજભાઇ લોચા, રમેશભાઈ રવાભાઇ દાફડા, નરેશભાઈ વજુભાઇ દાફડા, ભરતભાઈ વજુભાઇ દાફડા, મનોજ નામોરી દાફડા તથા કિશન નારણ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરીયાદી બાબુભાઈનો મોટો દીકરો ભગીરથ ભછાઉના શિવજી હમીરભાઈ દાફડાની દિકરીને લઈ ભાગી ગયેલ હોય જેનુ મન દુ:ખ રાખી દીકરીના સગા-વ્હાલઓએ બ્રેજા કાર નં.જીજે-૧૨- એફએ-૬૧૯૫ વાળીમા આવી બાબુભાઈના નાના દીકરા દીનેશ તથા ફરીયાદીના કુટુંબી ભાઈ કાનજીભાઈ તથા ફરીયાદીના સંબંધી મહેશભાઈનુ બળજબરી પુર્વક અપહરણ કરી લઈ ગયા હોય તે મુજબની ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ છ જેટલા આરોપી તથા તપાસમાં ખુલ્લે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!