મોરબી-માળીયા(મી) હાઇવે ઉપર સીએનજી રીક્ષામાં વિદેશી દારૂની ૧૨ બોટલ લઈ નીકળેલ રીક્ષાના ચાલકની અટક કરવામાં આવી છે. આ સાથે પકડાયેલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.
માળીયા(મી) પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ઓનેસ્ટ પોલીસ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગ કામગીરી કરતા હતા, ત્યારે કચ્છ હાઇવે તરફથી આવતી સીએનજી રીક્ષા રજી.નં.જીજે-૩૬-ડબલ્યુ-૮૯૮૭ને રોકી તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની એક પેટી મળી આવી હતી, જેમાં દારૂની ૧૨ બોટલ કિ.રૂ.૮,૨૩૨/- હોય જેથી તુરંત રીક્ષા ચાલક આરોપી રોહિતભાઈ ગૌતમભાઈ વાણીયા ઉવ.૨૧ રહે.પીપળી ગામ તા.મોરબી વાળાની સ્થળ ઉપરથી અટક કરવામાં આવી હતી, આ સાથે માળીયા(મી) પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લેવામાં આવેલ સીએનજી રીક્ષા કિ.રૂ.૧.૫૦ લાખ તથા વિદેશી દારૂ સહિત કુલ કિ.રૂ.૧,૫૮,૨૩૨/-નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.