માળીયા(મી)ના ખારેચીયા ગામના બે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ લોકોએ પોતાની માલિકીના ૨૦ અને ૩૦ પશુઓ ચીખલી ગામના પિતા-પુત્રને રખેવાળ તરીકે ગાયો ચરાવવા આપી હોય જે નાના-મોટી ૫૦ ગાયો પૈકી ૧૪ જીવ પરત નહીં આપતા ગાય-માલીકો દ્વારા બંને આરોપી પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે
મળતી માહિતી અનુસાર માળીયા(મી)ના ખારેચીયા ગામે રહેતા જલાભાઇ ઉર્ફે જીલાભાઇ ભાલુભાઇ શીયાર ઉવ. ૪૫ એ માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી મુસ્તાકભાઇ આમીનભાઇ લધાણી તથા આમીનભાઇ કરીમભાઇ લધાણી રહે.બન્ને ચીખલી તા.માળીયા મી તથા તપાસમાં ખુલ્લે તે તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરીયાદી જલાભાઈ ઉર્ફે જીલાભાઈએ તેમની માલીકીની ગાયો જીવ-૨૦ તથા સાહેદ બળદેવભાઇ મેવાડાએ તેમની માલીકીની ગાયો જીવ-૩૦ ની આરોપીઓને પૈસા આપી રખેવાળ તરીકે ચરાવવા આપેલ હોય જે પૈકી ફરીયાદીની ગાયો જીવ-૩ કિંમત રૂ.૩૦૦૦૦/- તથા સાહેદ બળદેવભાઇ ની ગાયો જીવ-૧૧ નાની મોટી કિમત રૂ.૫૫૦૦૦/- મળી કુલ રૂ.૮૫૦૦૦/- ની મુદામાલની ગાયો જીવ- નંગ-૧૪ પરત નહી આપી બન્ને આરોપીઓએ-એજન્ટ/નોકર તરીકે ફરીયાદી તથા સાહેદ સાથે વિશ્વાસભંગ કરી ગુનામા એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા બાબતની ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.