માળીયા(મી) તાલુકાના મોટી બરાર ગામ નજીક ઇકો કારમાં વિદેશી દારૂની ૩૬ બોટલ લઈને નીકળેલ એક આરોપીને માળીયા(મી) પોલીસે ઝડપી લીધો હતો, જ્યારે પકડાયેલ ઇકો કારના ચાલકની પૂછતાછમાં વિદેશી દારૂ આપનારના નામની કબુલાત આપી હતી, જેથી પોલીસે તે આરોપીને ફરાર દર્શાવી, આરોપી કાર ચાલક, માલ આપનાર તથા તપાસમાં ખુલ્લે તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા(મી) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોટી બરાર નજીક પસાર થતી એક ઇકો કાર રજી.નં. જીજે-૩૬-એએફ-૬૨૮૫ ને રોકી તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ ૮-પીએમ વ્હિસ્કીની ૩૬ બોટલ કિ.રૂ. ૧૬,૭૪૦/-મળી આવી હતી, જેથી કાર ચાલક આરોપી વિક્રમભાઇ જેશંગભાઇ મિયાત્રા ઉવ-૪૦ રહે-મોટા દહીસરા તા.માળીયા(મીં) વાળાની અટકાયત કરી હતી, ત્યારે પોલીસે ઇકો કાર કિ.રૂ.૪ લાખ, એક મોબાઇલ તથા વિદેશી દારૂ સહિત કુલ કિ.રૂ. ૪,૨૧,૭૪૦/- નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો આરોપી માળીયા(મી)ના જશાપર ગામના મુન્નાભાઇ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા, પોલીસે તે આરોપીને વોન્ટેડ દર્શાવી, પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.