માળીયા(મી) તાલુકા પંચાયતથી પીપળીયા ચાર રસ્તે જવાના રસ્તા ઉપર શંકાસ્પદ હાલતમાં નીકળેલ એક શકગ્સને માળીયા(મી) પોલીસ દ્વારા રોકી તેની અંગેઝડતી કરતા, શખ્સને પેન્ટના નેફામાંથી ઇંગલુશ દારૂ મેકડોવેલ્સ વ્હિસ્કીની બે બોટલ કિ.રૂ. ૧,૧૨૨/- મળી આવી હતી, જેથી આરોપી કરશનભાઇ દેશાભાઈ બકુત્રા ઉવ.૩૨ રહે. માળીયા(મી) ના નાની બરાર ગામ વાળાની સ્થળ ઉપર અટક કરી તેની વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.