વડીલોપાર્જીત જમીનના મનદુખને લઈને બે પરિવાર વચ્ચે જીવલેણ હુમલો, ૧૩ જેટલા ઘાયલ, ૨૦ વિરુદ્ધ ગુનો દાખલ.
માળીયા(મી) તાલુકાના મોટા દહીંસરા ગામે જૂની અદાવતના કારણે બે કુટુંબી પરિવાર વચ્ચે વિવાદ ફાટી નીકળતા લાકડી, પાઈપ, ધોકા અને લોખંડના હથિયારો વડે મારામારી કરી ૧૩ જેટલા લોકો ઘાયલ થયા હતા. જે બાદ બંને પક્ષ દ્વારા સામસામી ફરિયાદ નોંધાવી હતી, જેમાં બે મહિલા સહિત કુલ ૨૦ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.
માળીયા(મી) તાલુકાના મોટા દહીંસરા ગામે વડીલોપાર્જિત જમીનના વિવાદને લઈને એક જ કુટુંબના બે પક્ષ વચ્ચે અથડામણ થઈ હતી. હુમલામાં બંને તરફથી કુલ ૧૩ જણા ઘાયલ થયા છે. બંને પક્ષે ઘાતક હથિયારો સાથે કુટુંબના સભ્યો ઉપર પરસ્પર હુમલાઓ કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરીયાદી અજયભાઈ છગનભાઈ પરમારની ફરિયાદ મુજબ, આરોપી મુન્નાભાઈ હમીરભાઈ પરમાર, નીલેશભાઈ હમીરભાઈ પરમાર, વીજયભાઈ હમીરભાઈ પરમાર, અશોકભાઈ હમીરભાઈ પરમાર, હમીરભાઈ ભોજાભાઈ પરમાર, નિમુબેન હમીરભાઈ પરમાર તથા પ્રવીણાબેન નિલેશભાઈ પરમાર તમામ રહે. મોટા દહીંસરા તા.માળીયા(મી) વાળા પરિવાજનોએ ગેરકાયદેસર મંડળી બનાવી લોખંડના પાઈપ, ધોકા, ટામી વગેરે વડે હુમલો કર્યો હતો. આરોપી અશોકભાઈ હમીરભાઈ પરમારે વર્ના કાર ચઢાવવાનો પ્રયાસ કરતા સાહેદને ઇજા થઈ હતી અને મોટર સાયકલને નુકશાન થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામાપક્ષે ફરિયાદી વિજયભાઈ હમીરભાઈ પરમાર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરીયાદમાં આરોપી અજય છગનભાઈ પરમાર, છગનભાઈ કાનજીભાઈ પરમાર, જીતેશભાઈ કાનજીભાઈ પરમાર, રમેશભાઈ કાનજીભાઈ પરમાર, નરેશભાઈ કાનજીભાઈ પરમાર, કાનજીભાઈ મુળુભાઈ પરમાર, શૈલેષભાઈ સવજીભાઈ પરમાર, પિન્ટુભાઈ વિનોદભાઈ પરમાર, પંકજભાઈ શીવાભાઈ પરમાર, શામજીભાઈ શીવાભાઈ પરમાર, શીવાભાઈ મુળુભાઈ પરમાર, હીરાભાઈ મુળુભાઈ પરમાર તથા સુરેશભાઈ બુટાભાઈ બાંભવા રહે.તમામ મોટા દહીંસરા તા.માળીયા(મી) સહિત કુલ ૧૩ આરોપીઓએ ઘાતક હથિયારોથી હુમલો, જાનથી મારી નાખવાની ધમકી અને વાહનમાં તોડફોડ કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે બંને તરફની ફરિયાદના આધારે ૨ મહિલા સહિત કુલ ૨૦ લોકો વિરુદ્ધ વિવિધ કાયદાની કલમો મુજબ ગુના નોંધી વધુ તપાસ શરૂ કરી છે.