માળિયા તાલુકાના મહેન્દ્રગઢ – દેરાળા ગામના રોડ પર મહેન્દ્રગઢ ગામ તરફના વળાંક પાસેનું જર્જરીત નાલુ નવું બનાવી દેવામાં આવે તેમ મોરબી જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ માંગ કરી છે.
મોરબી જીલ્લાના માળીયા તાલુકાના મહેન્દ્રગઢ-દેરાળા રોડ પર મહેન્દ્રગઢ ગામ તરફના વળાંક પાસેનું નાલુ ખુબ જ જર્જરીત હાલતમાં છે. જે જર્જરીત નાલાના કારણે ઉપરવાસના વિસ્તારમાં પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે. જેના કારણે ખેડુતોના પાક તથા જમીનોને ભારે નુકશાન થાય છે. જે અંગે મહેન્દ્રગઢ ગામના લોકોએ અવારનવાર જિલ્લા વિકાસ અધિકારીને લેખીત તથા મૌખીક રજુઆત પણ કરી છે.તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી જર્જરીત નાલાના કારણે ભવિષ્યમાં ગંભીર દુર્ઘટના બને તેવી દહેસત છે. જેથી બાબતની ગંભીરતા પૂર્વક નોંધ લઈ જર્જરીત નાલુ અગ્રતાના ધોરણે નવું બનાવી આપવા માટે જિલ્લા વિકાસ અધિકારી પાસે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ માંગ કરી છે.