માળીયા(મી) પોલીસ મથકમાં તામિલનાડુના પેરમ્બુલુર જીલ્લાના અનુકુટ કુડીકાડુના વતની જયપ્રકાશ જગ્નાથન પડયાચી ઉવ.૩૭ એ ટ્રક રજી.નં. જીજે-૧૨-બીવી-૬૨૦૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં ગત તા.૨૮/૦૧ના રોજ ફરીયાદી સાથેના ડ્રાઇવર વર્તરાજ એમ બન્ને ટ્રક રજી નં. ટીએમ-૫૨-એમ-૨૫૨૭ લઈ તમીલનાડુથી ભુજ ખાતે બ્રેડ વાયર ભરીને ખાલી કરવા જતા હતા ત્યારે માળીયા(મી) થી કચ્છ જતા નેશનલ હાઈવે રોડ ઉપર સુરજબારી પુલ પહેલા આગળ જતા ટ્રકના ચાલકે પોતાની સાઇડમાંથી પુરઝડપે રોડની વચ્ચે ચલાવી અચાનક જ બ્રેક મારતા ફરીયાદીની ગાડી આગળ જતાં ટ્રક સાથે ભટકાઇ જતા વર્તરાજને બંન્ને પગમા ફેકચર જેવી ઇજા કરી પહોંચી હતી, હાલ માળીયા(મી) પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.