માળીયા(મી) પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે માલાણી શેરીમાં ફારૂક દિલાવર જેડાના કબ્જા ભોગવટા વાળા મકાનની ઓરડીમાં રેઇડ કરીને ૧૨૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડા આથો કિ.રૂ.૩૦ હજાર સાથે આરોપી હનીફભાઈ અબ્બાસભાઈ ભટ્ટી ઉવ.૨૫ રહે. કાજરડા ગામ તા.માળીયા(મી) વાળાની અટક કરવામાં આવી હતી. રેઇડ દરમિયાન મુખ્ય આરોપી ફારૂકભાઈ દિલાવરભાઈ જેડા રહે. જેડાવાસ માળીયા(મી) વાળો હાજર નહિ મળી આવતા, પોલીસે તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે









