થોડા દિવસો અગાઉ માળિયા-મિયાણાના વીરવિદરકા ગામે થયેલ હત્યા ના આરોપીને ઝડપી લેવામાં માળીયામીયાણા પોલીસને સફળતા મળી છે.
જેમાં માહિતી મુજબ થોડા દિવસો અગાઉ માળિયા-મિયાણાના વીરવિદરકા ગામે એક વાડા માંથી પથ્થર ના ઘા અને ચપ્પૂ ના ઘા મારી ને હત્યા કરાયેલી યુવક ની લાશ મળી હતી. જે સમયે પોલીસે આજુ બાજુ માં તપાસ કરતા તે જ વાડા માં રહેતો આદિવાસી પરિવાર બનાવ ના દિવસ થી ત્યાંથી ગાયબ હતો જેથી તે શંકાના દાયરામાં હતો અને પોલીસ દ્વારા એ પરિવાર ની શોધખોળ હાથ ધરાઈ હતી પરંતુ પોલીસને આ આદિવાસી પરિવાર બાબતે કોઈપણ જાતની માહિતી મળી ન હતી છતાં પણ માળીયામીયાણા પોલીસ દ્વારા તે આદિવાસી પરિવારને શંકાના દાયરામાં રાખીને જ આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન જાણવા મળ્યું હતું કે દિનેશ નામનો શખ્સ કે જે ત્યાં વાડા માં જ પરિવાર સાથે રહેતો હતો તેને થોડા દિવસો પહેલા ગામ ના જ કોઈક વ્યકતી ના મોબાઈલ માંથી તેને સગા ને ફોન કરેલ છે જેથી પોલીસ દ્વારા તે વ્યક્તિ ના કોલ ડિટેલ તપાસી ને જેને ફોન કરવામાં આવ્યો એટલે કે આરોપી દિનેશ ના સગા ના નમ્બર મેળવ્યા હતા અને સરનામું શોધી ને પોલીસ ત્યાં પહોંચી હતી જ્યાંથી પોલીસ ને આરોપી ના ભાઈ નું સરનામું જાણવા મળ્યું હતું બાદમાં પોલીસ એ આરોપી ના ભાઈ ની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મધ્યપ્રદેશ ખાતે અલીરાજપુર ગામે છે તેથી માળીયામીયાણા પોલીસ ટીમ બનાવીને એક ટીમને મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે મોકલી હતી જ્યાથી આરોપી દિનેશ ને ઝડપી લઈને મોરબી લાવવામાં આવ્યો હતો.
જ્યાં વધુ પુછપરછ માં તેણે કબૂલાત આપી હતી કે તેણે જ આ હત્યા કરી છે અને આ મરણ જનાર રોહિત જીવાભાઈ અવારનવાર તેની પત્નીના ચેનચાળા કરતો અને બીભત્સ માગણી કરતો હોય અને જે દિવસે હત્યા કરી તે દિવસે પણ મરણ જનાર તેના ઘરે આવી ને તેની પત્ની પાસે બીભત્સ માંગણી કરતો હતો જેથી કરી ને આવેશ માં આવી જઈને ત્યાંજ તેની હત્યા કરી નાખવાનું કબૂલ્યું હતું .