માળીયા જામનગર હાઇવે રોડ પર આવેલ શિવમ હોટલ અને પેટ્રોલ પંપ સામેથી દ્વારકા જતા વાવ થરાદ જિલ્લાના પદયાત્રીઓ પસાર થઈ રહ્યા હતા.દરમિયાન ટ્રક કન્ટેનરના ચાલકે ચાર પદયાત્રીઓને હડફેટે લીધા હતા જે પૈકીના ચાર પદયાત્રીઓનું મોત નીપજ્યું હતું. ત્યારે આજે આ કાળમુખો ટ્રક પોલીસના કબ્જામાં આવ્યો છે.
માળીયા મિયાણા માં ચાર પદયાત્રીને કચડી નાખનાર કાળમુખો ટ્રક પોલીસના કબ્જામાં આવી ચુક્યો છે, સીસીટીવી તેમજ હ્યુમન સોર્સની મદદ થી પોલીસ GJ-12-BV-9649 નંબરના ટ્રકને ઓળખી ટ્રક સુધી પહોંચી છે. માળિયા મિયાણા પોલીસે ટ્રકને જામનગર હાઈવે પરથી બિનવારસી હાલતમાં કબ્જે કર્યો છે. તેમજ ટ્રક ડ્રાઈવર નું નામ મોહનસિંહ શ્રવણસિંહ રાવત (રહે રાજસ્થાન) હોવાનું સામે આવ્યું છે.હાલ આરોપી ટ્રક ડ્રાઈવર ફરાર થઈ જતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.









