સુરજ બારી પુલ પાસે બનાવ બનતા સારવારમાં પ્રથમ માળીયા(મી) બાદ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સગર્ભાએ દમ તોડ્યો.
માળીયા(મી) પોલીસ મથકમાં નોંધાયેલ અ. મોતની મળેલ વિગતો અનુસાર કચ્છના સામખીયારી ગામે પાર્શ્વનાથ રેસીડન્ટમાં રહેતા ગોમતીબેન રણજીતભાઇ વાળા ઉવ.૪૫ વાળાને પ્રેગ્નેન્સીનો સાતમો મહીનો હોય. ગઈકાલ તા. ૨૯/૧૨ના રોજ ગોમતીબેન અમદાવાદ સારવારમાંથી પરત સામખીયારી જતા હોય ત્યારે માળીયા મીં. સુરજબારી પુલ પાસે પહોચતા કોઈ કારણોસર તેમને શ્વાસ લેવામા તફલીક થતા ગોમતીબેનની તાત્કાલિક સારવાર માટે સામખીયારી માતૃ સ્પર્શ હોસ્પિટલ બાદ ત્યાથી વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા. જે બાદ ત્યાંથી વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં સારવાર કારગત ન નિવડતા ગોમતીબેનનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મૃત્યુના બનાવ અંગે માળીયા(મી) પોલીસે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.