માળીયા(મી) ના ત્રણ રસ્તે નેશનલ હાઇવે ઉપર કચ્છ તરફથી આવતી બોલેરોની રોકી માળીયા(મી) પોલીસ દ્વારા તલાસી લેતા તેમાં ૯ જેટલા પાડા(અબોલ જીવ)ને ઠસોઠસ ભરીને લઈ જતા હોવાનું સામે આવ્યું હતું, જ્યારે પશુની હેરાફેરી માટેના કોઈ આધાર પુરાવા પણ ન હોય જેથી પોલીસે બોલેરો ચાલક સહિત બે આરોપીઓની અટક કરી હતી.
મળતી માહિતી અનુસાર, માળીયા(મી) પોલીસ ટીમ ગઈ તા.૧૬/૦૯ ના રોજ રાત્રીના નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન માળીયા ત્રણ રસ્તે નેશનલ હાઇવે ઉપર કચ્છ તરફથી આવતી બોલેરો વાહન રજી.નં. જીજે-૧૨-સીટી-૩૨૭૮ માં અબોલ જીવોને એકદમ ક્રૂરતાપૂર્વક ઠસોઠસ ભરીને હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું હતું. જેથી તુરંત બોલેરોની રોકી તેમાં તલાસી લેતા, ૯ પાડરડાને ટૂંકા દોરડાથી બાંધી તેના માટે પાણી કે ઘાસચારાની વ્યવસ્થા રાખ્યા વગર લઈ જતા હોય, જેથી પોલીસે આરોપી બોલેરો ગાડીના ચાલક કરીમ મામદઅલી જત ઉવ.૨૭ રહે. નાના સરાડા, ભગાડીઓ તા. ભુજ જી.કચ્છ તેમજ બાજુમા બેઠેલ આરોપી વાહેબ મામધહસન જત ઉવ.૩૧ રહે.નાના સરાડા ભગાડીયો તા. ભુજ જી. કચ્છ વાળાની અટક કરી બોલેરો તથા ૯ અબોલ જીવ સહિત કિ રૂ.૪,૨૭,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પશુપ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે