Wednesday, October 8, 2025
HomeGujaratમાળીયા(મી): ત્રણ રસ્તા નજીક ટ્રકની ટક્કરે યુવાનનું કરુણ મોત

માળીયા(મી): ત્રણ રસ્તા નજીક ટ્રકની ટક્કરે યુવાનનું કરુણ મોત

માળીયા(મી): કચ્છ હાઇવે ઉપર ત્રણ રસ્તા નજીક ઓવરબ્રિઝ ખાતે ટ્રકની ટક્કરથી ભરૂચના પાનેઢા ગામના ૨૪ વર્ષીય યુવકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક કચ્છના મોડપર ગામે ગૌશાળામાં કામ કરતો હતો અને વતન પરત જતા હોય તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે મૃતકના કુટુંબી ભાઈ દ્વારા ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના પાનેઢા ગામે રહેતા ભરતભાઈ બચુભાઈ વસાવાએ માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી ટ્રક રજી.નં. જીજે-૧૨-બીએક્સ-૨૭૯૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, માળીયા(મી) ત્રણ રસ્તા નજીક ઓવરબ્રિઝ ઉપર અકસ્માત સર્જતા, ફરિયાદીના કાકાના દીકરા શૈલેષભાઇ લક્ષ્મણભાઇ વસાવાનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. જેમાં ગઈ તા. ૦૧/૦૯ના રોજ મૃતક શૈલેષભાઇ અને તેમના ગામના સચિનભાઈ તડવી કચ્છના મોડપર ગામથી બસમાં પોતાના વતન પરત આવી રહ્યા હતા તે દરમિયાન માળીયા(મી)ના ત્રણ રસ્તા નજીક બસ ઉભી રહેતા શૈલેષભાઈ અચાનક બસમાંથી નીચે ઉતરી હોટલ તરફ દોડ્યો હતો. તેને સમજાવવા સચિન પણ તેની પાછળ દોડ્યો, પરંતુ થોડા સમયમાં જ શૈલેષ વિશાલા હોટલ નજીક હાઇવે પર આવેલા ઓવરબ્રિજ પર ચડી ગયો. ત્યારે પુરઝડપે આવી રહેલ ટ્રકે શૈલેષને હડફેટે લેતા ટ્રકનું વ્હીલ તેના પેટ ઉપરથી પસાર થતાં તેને ગંભીર ઇજા પહોંચી અને ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. હાલ માળીયા(મી) પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!