માળીયા મીયાણા પોલીસે માળિયાના ત્રણ રસ્તા પાસેથી એક ઇસમને હાથ બનાવતી તમંચા સાથે પકડી પાડયો છે. માળીયા મીયાણા પોલીસને બાતમી મળી કે અકબરભાઈ ઈશાકભાઈ નોતીયાર પાસે ગેરકાયદેસર હથિયાર છે અને હાલે ત્રણ રસ્તા પાસે આંટા ફેરા મારે છે. જેને પકડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ, રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી ચોરીના બનાવો અટકાવવા તેમજ અન-ડીટેક્ટ ગુન્હાઓ શોથી કાઢી અસરકારક કામગીરી કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લાના તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાએ મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા મિલ્કત સબંધી અનટિકટ ગુન્હાઓ શોધી કાઢવા તથા ગેરકાયદેસર હથિયારના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સૂચના આપી હતી. જેને લઇને પોલીસ ઇન્સ્પેક્ટર ખઆર.સી.ગોહિલ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના આર્મ એ.એસ.બાઈ પંકજભાઈ નાગલા, પોલીસ કોન્સ્ટેબલ મોસીનભાઇ સીદીને સયુંકત રીતે ખાનગી બાતમી મળી કે, માળીયા મીયાણાના ત્રણ રસ્તા પાસે અકબરભાઈ ઈશાકભાઈ નોતીયાર પાસે ગેરકાયદેસર હથિયાર છે અને હાલે ત્રણ રસ્તા પાસે આંટા ફેરા મારે છે. જે જગ્યાએ રેઇડ કરતા આરોપી અકબરભાઈ ઈશાકભાઈ નોતીયાર વાળા પાસેથી એક હાથ બનાવટની તમંચો હથીયાર નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/- મળી આવતા હથિયાયારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી..
જેમાં પોવીસ ઇન્સ્પેક્ટર આર.સી.ગોહિલ, એ.એસ.આઈ વનરાજસિહ (બી.બાબરીયા તથા આર્મ એ.એસ.આઈ પંકજભાઈ નાગવા, પોલીસ કોન્સ્ટેબલ મોસીનભાઈ સીદી, હરપાલસિંહ રાજપુત અને જયેન્દ્રસિંહ ભઠ્ઠી દ્વારા કામગીરી કરવામાં આવી હતી.