માળીયા (મીં) પોલીસે ઓનેસ્ટ ચેક પોસ્ટ કચ્છ-મોરબી હાઇવે ઉપરથી બ્રેજા ગાડીમાં ભરેલ IMFL ની બોટલો ૩૩૩ નંગ કિંમતરૂ. ૩,૮૯,૭૦૦/- તેમજ કાર, મોબાઇલ ફોન મળી કુલ રૂ ૮,૦૪,૭૦૦/- ના મુદામાલ સાથે એક આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, અશોક કુમાર સાહેબ (IPS) પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાહુલ ત્રીપાઠી સાહેબ (IPS) પોલીસ અધીક્ષક મોરબીએ મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તેમજ પ્રોહી./જુગારની ચોરી છુપી ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિ ઉપર અંકુશ રાખવા અંગેની અસરકારક કામગીરી કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત પી.એ.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગે મોરબી ડીવીજનમાં અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. જેને લઇને પોલીસ ઇન્સ્પેકટર આર.સી.ગોહિલ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના સુચના હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો કામગીરી માટે પેટ્રોલીંગમા હતાં. તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ બીપીનભાઇ પરમાર, રાયમલભાઇ શિયારને સંયુક્તમાં ખાનગી બાતમી મળી કે, કચ્છ તરફથી એક સફેદ નંબર પ્લેટ વગરની મારૂતી બ્રેઝા કારમાં ગેર કાયદેસર ઇંગ્લીંશ દારૂનો જથ્થો ભરી મોરબી તરફ આવે છે. જે બાતમીનાં આધારે માળીયા મીયાણા ઓનેસ્ટ પોલીસ ચેક પોસ્ટ પાસે કચ્છ મોરબી હાઇવેરોડ ઉપર જરૂરી વોચ ગોઠવી કાર આવતા આરોપી સુરેશભાઈ અજાભાઇ ચૌધરીને બેગપાઇપર ફાઇન વ્હીસ્કી ની ૭૫૦ મી.લી.ની કાચની સીલપેક બોટલ નંગ-૧૫૬ કિંમત રૂ.૧,૭૧,૬૦૦/-, મેકડોવેલ્સ નં-૦૧ બ્લેન્ડેડ વ્હીસ્કીની ૭૫૦ મી.લી.ની કાચની સીલપેક બોટલ નંગ-૬૦ કિંમત રૂ. ૬૬,૦૦૦/-, રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ મી.લી.ની કાચની સીલપેક બોટલ નંગ-૧૧૭ કિંમત રૂ.૧,૫૨,૧૦૦/, નંબર પ્લેટ વગરની મારૂતી સુઝુકી કંપનીની બેઝા કાર કિંમત રૂ. ૪,૦૦,૦૦૦/- અને આઇ-ફોન નંગ-૦૧ કિંમત રૂ. ૧૫,૦૦૦/- મળી કુલ રૂ.૮,૦૪,૭૦૦/- નો મુદામાલ કબ્જે કરી પ્રોહીબીશન હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જેમાં પોલીસ ઇન્સ્પેકટર આર.સી.ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફના HC પૃથ્વિરાજસિંહ જાડેજા, PC હરપાલસિંહ રાજપુત, બીપીનભાઈ પરમાર, રાયમલભાઇ શીયાર તેમજ એ.એસ.આઇ રણધીરભાઇ ડાંગર નાયબ પોલીસ અધિકારીની કચેરી મોરબી સહિતના કામગીરીમાં જોડાયા હતા